
ગુડ ફ્રાઈડે એ ખ્રિસ્તી ધર્મમાં એક મહત્વનો દિવસ ગણાય છે. આ કોઈ ઉજવણીનો દિવસ નથી, – એ એક સ્મૃતિ દિન છે. એક આધ્યાત્મિક વિરામ છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને સૂડી પર ચઢાવવામાં આવ્યા હતા. તે દિવસને દુઃખદ દિવસ માનવામાં આવે છે, એ ક્રૂસિફિકેશન ની યાદમાં જગત મૌન ધારણ કરે છે. પરંતુ તે સાથે જ આશા અને વિશ્વાસનો સંદેશ પણ આપે છે.
હોલિવૂડમાં ગુડ ફ્રાઇડે એટલે શાંતિ, બલિદાન અને મોક્ષ ની અવિસ્મરણીય ઘટના. ટૂંકમાં કહી શકાય કે ગુડ ફ્રાઇડે એટલે મૌનનો દિવસ, એક ક્રૂસ, એક કાંટાળા તાજ અને ત્યાગ ની પરાકાષ્ઠા નું નિરૂપણ.
હોલિવુડમાં પણ ઈસુ અને તેમના જીવનના પ્રસંગોને લઈને અનેક ફિલ્મો બની છે. કેટલીક ફિલ્મો સીધી રીતે ઈસુના જીવનને દર્શાવે છે, તો કેટલીક ફિલ્મો તેમના ઉપદેશો અને વિચારોને આધારે રચાયેલી છે. કોઈ ત્યાગ કરે છે, (મેં ઓફ સ્ટીલ) , કોઈ શોષણ કરે છે. (શીંડલર્સ લિસ્ટ), કોઈ પોતાનો જીવ દાવ પર લગાવીને બીજાને બચાવે છે.(ધ ડાર્ક નાઈટ)- આ બધી ફિલ્મો ગુડ ફ્રાઈડે ના મૂળ ભાવ, મૂળ પ્રેરણા સાથે સંકળાયેલ છે.
ઈસુના જીવન અને તેમના ત્યાગને દર્શાવતી ફિલ્મોમાં “The Passion of the Christ” (2004) ખાસ કરીને નોંધપાત્ર છે. આ ફિલ્મમાં ઈસુના ક્રૂસિફિકેશન પૂર્વેના જિંદગીના અંતિમ 12 કલાકોને ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં દર્શાવેલ હિંસક દૃશ્યો હોવા છતાં તે ખૂબ જ આધ્યાત્મિક અને ભાવનાત્મક અનુભવ આપે છે. ફિલ્મના દિગ્દર્શક Mel Gibson છે.
બહેન-હુર (1959 અને 2016) એક યહૂદી રાજકુમાર બેન -હુરની વાર્તા છે. તેની સાથે તેની મિત્ર મેસાલા તેની સાથે દગો કરે છે. તેને ગુલામ બનાવી દેવામાં આવે છે. રોમન રાજમાં ગુલ્મી પ્રથા થી મુક્તિ બાદ એ ફરી મેસાલા સામે ન્યાયિક રીતે લડીને પ્રતીકાત્મક જીત મેળવે છે. ફિલ્મમાં ઈશુ ક્રિસ્ટના જીવન અને ત્યાગની પૃષ્ઠભૂમિ સાથે બેન-હૂર ની ક્ષમાની ભાવના નું સુંદર નિરૂપણ છે. ચેરિયટ રેસના દ્રશ્યો , ભવ્ય સેટ અને દાર્શનિક સંદેશ આ ફિલ્મને ક્લાસિક ફિલ્મોની શ્રેણીમાં મૂકે છે.
તે જ રીતે “Jesus of Nazareth” (1979) જેવી મિનીસિરીઝ ઈસુના જીવનની સંપૂર્ણ સફરને દર્શાવે છે. તેમાં ઈસુના જન્મથી લઈને તેમના પુનરુત્થાન સુધીની ઘટનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત “The Last Temptation of Christ” (1988) ફિલ્મ ઈસુના માનવીય સ્વભાવ અને તેમના આંતરિક સંઘર્ષને રજૂ કરે છે. આ ફિલ્મમાં ઈશુના મનમાં ચાલતી આંતરિક ઉથલપાથલ ને અદ્દભૂત રીતે દર્શાવવામાં આવી છે. ઈશુના બલિદાનને એક અલગ દૃષ્ટિકોણ થી સમજાવવાનો પ્રયાસ કરાયો છે.
તે જ રીતે ઇટાલિયન ફિલ્મ “Il Vangelo secondo Matteo” (1964) – પીયર પાઓલો પસોલીની ની આ નિયો -રિયાલિસ્ટિક ફિલ્મ અત્યંત સરળતાથી ઈસુના જીવનને અને ક્રૂસિફિકેશન ને અત્યંત ઉત્તમ રીતે સ્પર્શે છે. જેવી ફિલ્મો ઈસુના જીવનને ખૂબ જ સાદગીપૂર્વક અને વાસ્તવિકતા સાથે રજૂ કરે છે. આ ફિલ્મને સમીક્ષકો દ્વારા ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ છે.
સ્પેન અને લેટિન, અમેરિકાના અમુક દેશોમાં ગુડ ફ્રાઇડે અને સમગ્ર હોલી સપ્તાહ (Semana Santa) ધાર્મિક ઉત્સવ તરીકે ઉજવાય છે. અહીની ફિલ્મો એમના રીત-રીવાજોને ચિત્રિત કરે છે.
“La Tua Asustada” (પેરુ) અને “Camino” (સ્પેન) જેવી ફિલ્મો આધ્યાત્મિક અને માનસિક વિષયો પર આધારિત છે, જેમાં ઈસુના જીવન સાથે સીધો સંબંધ ન હોવા છતાં તેમના સંદેશનો પ્રભાવ જોવા મળે છે. પીડા, માતૃત્વ,, આત્મસમર્પણ, અને આધ્યાત્મિકતાનાં ભાવને આલેખે છે. સ્પેનિશ ફિલ્મોમાં મોટે ભાગે કેથોલિક ચિહ્નો, પાપ અને મોક્ષની ભાવના અને માંઉન તપશ્ચર્યા નું પ્રતિનિધિત્વ જોવા મળતું હોય છે.
મેક્સિકન ફિલ્મો જેવી કે ‘EI Martir del Calvario (1952) માં સામજિક અને રાજકીય સંદેશ સાથે ધર્મના સંવાદને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે.
ભારતીય સિનેમામાં પણ ‘કરુણામયૂડુ” (1978), “Jesus ” (1973 , મલયાલમ ), “Kamalamma” (1980), “Yesu” (1993), “Daivaputhran” (2000) અને “Christu” (1998) જેવી ફિલ્મો દ્વારા ઈસુના જીવન અને તેમના સંદેશને રજૂ કરવામાં આવ્યા છે. સિવાય ‘સન ઓફ ગોડ (2014), “Mary Magdalene( U.K.- 2018) ane “Risan” (2016) જેવી ફિલ્મો ઈસુના જીવનને આધુનિક ફિલ્મી ભાષામાં રજૂ કરે છે.
દરેક સંસ્કૃતિ એના ધર્મ અને સંવાદના આધારે આ દિવસને અલગ અલગ રીતે ઉજવે છે. પણ દરેકમાં એક બાબત સામાન્ય રહે છે. – પીડા અને પ્રેમના સંગમથી ઉદ્દભવતી માનવતા.