
તાજમહાલ માટે ટેન્ડર્સ –
“ટ્રમ્પ ઉવાચ : ” મારી હમણા તાજમહાલ વેચવાની ઈચ્છા નથી. કોઈએ ખરીદવા માટેના પ્રોપોઝલ મોકલવા નહીં”
ભારતમાં હાહાકાર.
કોમ્પ્રોમાઇઝડ પીએમ, એ વાતનો એમણે કોઈ ખુલાસો નથી કર્યો એનો સીધો અર્થ એ કે, એ ગભરાયેલા છે. એ પોતે હવે પેનિક છે.
અત્યાર સુધીની પેટર્ન છે કે રાહુલ ગાંધી અને વિપક્ષો , ડોનાલ્ડ ડક ..ઓહ..સો સોરી (સ્લીપ ઓફ માઉસ- કીબોર્ડ) ડોનાલ્ડ ટ્રમ્પનું જ માનશે. એ માટે એ સરકારને ….માત્ર પીએમને જવાબદાર ઠેરાવશે.
લોકસભામાં રાહુલ ગાંધીનો સંભવિત ઉવાચ: “ટ્રમ્પે સાચું કહ્યું છે! સરકારે ગુપ્ત રીતે તાજમહાલ વેચી દીધો છે, ટ્રમ્પનાં દબાવમાં. એમણે આ ગુપ્ત ડીલ કરી છે. અમને આ વાતની જાણ થતા અમે જ તાજમહાલ ખરીદવા માટે બીજાના નામે ટ્રમ્પને પ્રસ્તાવ મોકલ્યો હતો જેથી અમે સચ્ચાઈ જાણી શકીએ અને કોમ્પ્રોમાઇઝ્ડ પીએમને ઉઘાડા પાડી શકીએ.
આ સરકારની વિદેશનીતિ તદ્દન ફેલ છે. આ ‘સોલ્ડ આઉટ’ વિદેશ નીતિ છે – ભારત માતાને વેચી દીધી! તાજમહાલ જ્યારે સરકારે ગુપ્ત રીતે વેચી દીધો ત્યારે જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે ભારતની ઈકોનોમી ખાડે ગઈ છે. ટ્રમ્પ સાહેબ સાચું જ કહે છે. “ભારતની ઈકોનોમી ડેડ ‘ છે. તેલ ખરીદ બાબતે પણ સરકાર ટ્રમ્પ નાં ઇશારે નાચે છે. રશિયા પાસેથી તેલ લેવાનું ઓછું કર્યું અને હવે અમેરિકાએ પરવાનગી આપી એટલે વધુ તેલ ખરીદશે. આમ ટ્રમ્પ નાં તાલે નાચનાર પીએમ કોમ્પ્રોમાઇઝ્ડ છે. ઈરાન – ઇઝરાયલ- અમેરિકન યુધ્ધમાં પણ ભારત સરકારની ચૂપ્પી એ તટસ્થતા નથી અપ્રત્યક્ષ “સરન્ડર” જ છે.
“દુખે પેટ અને કૂટે માથું”
આમ રાહુલ – પપ્પુ બાબા સૌનાં જ્ઞાનમાં વધારો કરવાનો જેટલો વધુ પ્રયત્ન કરે છે, એટલી જ ઊંડી ખાઈ ખોદતા જાય છે કેમકે “દુખે પેટ અને કૂટે માથું” એવી પરિસ્થિતિ સર્જાઈ છે. એમને એ વાતનું દુખ નહિ હોય કે ” તાજમહાલ” વેચાઈ ગયો, એમને એ વાતનું દુખ પણ નહીં હોય કે “ભારતની ઈકોનોમી ડેડ” છે.
રાહુલ ઉવાચ (ભવિષ્યમાં સંભવિત ઉવાચ (કાલ્પનિક)) : “ભારતની ઈકોનોમી ડેડ છે” એમ કહેનાર, ડોનાલ્ડ ટ્રમ્પની વાત માની લીધી, પણ પણ ચાલો આર્થિક કટોકટી આવી એટલે શું તાજમહાલ વેચી નાખવાનો? અમને પૂછવાનું પણ નહીં”
દુખ અને આ “ઇમ્પલ્સિવ આઉટબર્સ્ટ” એટલા માટે કે એમની, અર્થાત શાહી ખાનદાનની પરવાનગી વિના સરકારે તાજમહાલ ડોનાલ્ડ ટ્રમ્પને વેચી કેવી રીતે દીધો. હકીકતમાં એકવાર માટે માની લઈએ કે કડકી લાગી એટલે વેચી દીધો. પણ વેચ્યા બાદ એમને કટકી પણ ન આપી. સરકારને ખબર હોવી જોઈએ કે તાજમહાલની પાવર ઓફ એટોર્ની એમની પાસે છે. પીએમ ની ફરજ છે કે એમણે એ બાબતે ખુલાસો આપવો.
જો કે સૌથી ખરાબ તો રાહુલને એ વાતનું પણ લાગે કે એ હમેશા જેનું માનતો , જેના હિત માટે એ એની કઠપૂતળી ની જેમ નાચતો, અને દેશવિદેશમાં ભારતને વખોડતો, એ અમેરિકાએ પણ આટલી મોટી ડીલ કરતાં પહેલા એને ન પૂછ્યું. ન સલાહ લીધી કે ન કટકી આપી.
રાહુલ ગાંધી હવે અટવાયો છે. અસમંજસ માં છે કે કોમ્પ્રોમાઇઝ્ડ કોણ છે? પીએમ કે ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી બંને એ મળીને રાહુલને પોતાને જ પપ્પુ બનાવ્યો છે.
(ખાસ નોંધ : અત્યાર સુધીની ઘટનાઓ ને આધાર બનાવી , આ એક પૂર્ણ કાલ્પનિક અને સંભવિત ઘટનાનું અને રાહુલ ગાંધીની સંભવિત પ્રતિક્રિયા નું વર્ણન છે. આ લેખ પૂર્ણ પણે કાલ્પનિક છે, માત્ર મનોરંજન માટે જ છે)
તથ્યોની નોંધ : તાજમહાલ વેચાણ અંગે કોઈ વાસ્તવિક પ્રસ્તાવ કે કોઈ સત્તાવાર નિવેદન અસ્તિત્વમાં નથી. તે ભારત સરકારની સંપત્તિ છે અને પ્રાચીન સ્મારકો તથા પુરાતત્વીય સ્થળો અધિનિયમ, ૧૯૫૮ હેઠળ તેમજ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સંપૂર્ણ રીતે કાનૂની રક્ષણ પ્રાપ્ત છે. વેચાણની કોઈ પ્રક્રિયા કાનૂની રીતે શક્ય નથી અને એ બાબતના કોઈ દસ્તાવેજી પુરાવા નથી કે કોઈ સત્તાવાર ઘોષણા ક્યારેય કરવામાં આવી નથી.