
મહાકાય ડાયનોસોર, જેની ગર્જના – જેની દહાડ હજી આ જે પણ લોકોને ડરાવી રહી છે. ભયાનક એક્શન, ગ્રાઉન્ડબ્રેકિંગ વિઝ્યુઅલ અફેક્ટ્સ અને જીવંત ડાયનોસોર્સની શાશ્વત આકાર – આ સઘળું આજે પણ લોકોને કંપાવે છે.
સ્ટીવન સ્પીલબર્ગ નાં અદ્દભૂત ક્રાંતિકારી સર્જનોમાંથી એક….1993માં Jurassic Park સાથે શરૂ થયેલી યાત્રા, સમય સાથે વિકાસ પામી Jurassic World નાં સ્વરૂપે રૂપાંતરિત થઈ. છેલ્લા ત્રણ દાયકાઓમાં, આ સાગાએ છ બ્લોકબસ્ટર ફિલ્મો, સ્પિન‑ઑફ્સ, એનિમેટેડ શ્રેણીઓ અને થીમ પાર્ક્સ સાથે ફિલ્મ ઈતિહાસમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે અને દરેક દાયકામાં બ્લોકબસ્ટર સિનેમાની વ્યાખ્યાને બદલી – નવા આયામ સ્થાપિત કર્યા છે.
માઇકલ ક્રાઇટનના કલ્પિત વિશ્વ અને તેના ફ્રેન્ચાઈઝીની એકંદર ખાસિયતો
યુએસપી
- Industrial Light & Magic દ્વારા ઑસ્કર વિજેતા સ્પેશિયલ ઈફેક્ટ્સ
- ડાયનોસોર સાથેના ટકરાવની રુંવાડા ઊભા કરી દેનાર બ્રેથટેકિંગ, થ્રિલિંગ એક્શન સિક્વન્સ.
નબળું પાસું અને ટીકાઓ:
- પુનરાવર્તિત પ્લોટ: ફોર્મ્યુલેક સ્ક્રિપ્ટો “ડાયનોસોર નો એટેક અને લોકો તથા પાત્રોનો બચવા માટેનો સંઘર્ષ.
- ડોમિનિયન- પાત્રોની ક્ષમતા અથવા હાઈપ મુજબ ની એક્શન ન હોવી.
બોક્સ ઓફિસ:
- Jurassic Park (1993): $1.04 બિલિયન – ટાઈટાનિકનાં રિલીઝ સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ.
પુરસ્કારો અને રેકગ્નિશન:
- 3 ઑસ્કર વિજેતા (1993): શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, સાઉન્ડ, સાઉન્ડ એડિટિંગ)
- BAFTA, Saturn Awards અને VFX Society તરફથી પ્રામાણિત અને રેકગ્નિશન.
માઇકલ ક્રાઇટનના કલ્પિત વિશ્વ નાં પડદા પાછળની યાદગાર પળો
પ્રથમ ફિલ્મ : જુરાસિક પાર્ક -1993- સ્ટીવન સ્પીલબર્ગ નાં નિર્દેશનમાં ૩ ઓસ્કાર્સ (બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, સાઉન્ડ અને સાઉન્ડ એડીટિંગ માટે) સાથે $1.04 billionનું બૉક્સ ઑફિસ કલેક્શન.
ટી. રેક્સમાં ખામી – વરસાદમાં શૂટિંગ
20 ફૂટ ઊંચું એનિમેટ્રોનિક મોડેલ જેનું વજન 12,000 પાઉન્ડ હતું તે શુટિંગ દરમિયાન ખરાબી આવવાને કારણે જમીનમાં ઊંડે સુધી ખુપી ગયું હતું.
ક્રિએટેડ નહિ પણ વાસ્તવિક કુદરતી વરસાદમાં શુટિંગ : વાસ્તવિક વરસાદ અને મહાકાય પાણીના ફુવારા જેવા ઉપકરણો સાથે શુટિંગ કરતી વખતે વરસાદમાં ભીનું થતા એ બગડ્યું, આકસ્મિક અને અણધારી રીતે ધ્રુજવા લાગ્યું. ક્રૂ સભ્યોનાં કહેવા મુજબ સૌ ડરી ગયા. જાણે ટી-રેક્સ જીવંત થઇ ગયું અને હમણા જ કોઈનો કોળીયો કરી જશે. પણ સ્ટીવને શુટિંગ ચાલુ જ રાખ્યું. આ કુદરતી રીતે સર્જાયેલ ડરામણી પરિસ્થિતિનું જ ફિલ્માંકન કરી એને વાસ્તવિક અનુભૂતિનું જ ફિલ્માંકન કરી અદ્દભૂત ઓપ આપ્યો અને એક યાદગાર સીન કેપ્ચર કરાયો.
રેપ્ટર્સ ની ભૂમિકા અભિનેતાઓએ સુટ પહેરીને જ ભજવી હતી. અને તેમના શ્વાસના અવાજ કાચબાઓના ‘mating’ નાં સમયના અવાજમાંથી લેવાયા હતા.
૨. ધ લોસ્ટ વર્લ્ડ: જુરાસિક પાર્ક (1997) સ્ટીવન સ્પીલબર્ગનાં જ નિર્દેશનમાં એક હજી બ્લોકબસ્ટર – બોક્સ ઓફિસ કલેક્શન $618 મિલિયન.
ટ્રેલર ક્લિફ સીન વાસ્તવિક ડ્રોપ – માત્ર ૧૦ ફૂટનો હતો, પરંતુ સિનેમેટોગ્રાફીની કમાલ એ કે એ જ્મ્પને એ એન્ગલ થી કેપ્ચર કરાયું કે તે જીવલેણ ડેડલી ફોલ લાગે.
જેફ ગોલ્ડબ્લમનું રિએકશન- બની ગયો સંવાદ ડાયનાસોરના ગોબર સેટ જોયા પછી અનાયાસ જ તેમનાં મુખમાંથી શબ્દો સરી પડ્યા “That’s one big pile of shit” તે આઇકોનિક લાઇન બની ગઈ.
3. જુરાસિક પાર્ક III (2001) જોઈ જોનસ્ટન નાં નિર્દેશનમાં $368 million નું બૉક્સ ઑફિસ કલેક્શન.
ધ ટેરોડેક્ટીલ બર્ડ કેજ સીન શરૂઆતના ટેકમાં કલાકારોને કોઈ સલામતી જાળ વિના ખરેખર ૫૦ ફૂટ હવામાં લટકાવવામાં આવ્યા હતા.
4. જુરાસિક વર્લ્ડ (2015) કોલિન ટ્રેવોરોનાં નિર્દેશનમાં બૉક્સ ઑફિસ કલેક્શન $1.67 billion
બ્રાયસ ડલ્લાસ હોવર્ડે ડબલ માટે નાં પડી અને હિલ્સમાં પોતે જ દોડી. જે પછી એક મજાક નો મુદ્દો બની ગયો.
હાઇબ્રિડ ડાયનોસોર ની ચીસો ને બેલુગા વ્હેલ, ડુક્કરના ચીસો અને વાઘની ગર્જનાને એકબીજામાં ઉમેરી ક્રિએટ કરવામાં આવી.
5. જુરાસિક વર્લ્ડ: Fallen Kingdom (2018), જે.એ.બેયોના નાં નિર્દેશનમાં બૉક્સ ઑફિસ કલેક્શન $1.3 billion.
જેફ ગોલ્ડબ્લમ નો 5 મિનીટ નો કેમિયો શૂટ કરવામાં 2 દિવસ લાગ્યા કેમકે એ દરેક ટેક માં ઈમ્પ્રોવાઈઝેશન થતું ગયું અને બીજે દિવસે કમને ઈમ્પ્રોવાઈઝેશન થવાનું રોકી ‘ટેક’ ઓકે કરવામાં આવ્યો.
6. જુરાસિક વર્લ્ડ: Dominion (2022) કોલિન ટ્રેવોરોનાં નિર્દેશનમાં બૉક્સ ઑફિસ કલેક્શન $1 billion
ટ્રાયો રીયુનિયન – સેમ નેઈલ, લૌરા ડેર્ન અને જેફ ગોલ્ડબ્લ્મ, 30 વર્ષ માં પ્રથમ વાર એક સાથે શૂટ કર્યું. ડોમિનિયનમાં 90% સ્ટંટસ ક્રિસ પ્રેટ્ટ, એણે જાતે જ કર્યા છે. બીજું એક દૃશ્યમાં ફાઈટ વાસ્તવમાં T.Rex vs. Spinosaurus વિરુદ્ધ નક્કી કરાઈ હતી જે Giganotosaurus વિરુદ્ધ T.Rex વચ્ચે કરાવવામાં આવી.
જુરાસિક સિરીઝ માત્ર ડાયનોસોરોનું મનોરંજક પુનર્જીવન નથી એ કલ્પનાનું વિશ્વ, વૈજ્ઞાનિક અને ભાવનાત્મક ઘટનાઓ અને તકનિકી કૌશલ્યનો અદ્દભુત આકાર છે. સ્પિલબર્ગની કલ્પનાની શરૂ થયેલી આ યાત્રા દરેક દાયકામાં નવા દૃષ્ટિકોણ, નવા નાયક અને નવા જોખમો, નવા એન્ગલ્સ સાથે આગળ વધે છે. સિરીઝની લોકપ્રિયતા, આજે પણ અકબંધ છે.
જુરાસિક વર્લ્ડ – રીબર્થ, એ લાગણીઓથી ભરપૂર એક અલગ દૃષ્ટિકોણ સાથેની ફિલ્મ છે.
કથાનક મુજબ હૃદય રોગ સામે લડવા માટેની દવાના ડેવલપમેન્ટ અને રિસર્ચ માટે આકાશી, જળ અને પૃથ્વી પરની ડાયનાસોર પ્રજાતિઓમાંથી ડીએનએની જરૂર હોવાનું તારણ કાઢવામાં આવે છે. એ માટે વિષુવવૃત્તની નજીકના એક ટાપુ પર જ્યાં ડાયનોસોરની હયાતી છે ત્યાં એક અભિયાન શરુ કરવામાં આવે છે.
બોક્સ ઓફિસ અને પ્રતિસાદ- $180 મિલિયન નાં ખર્ચે બનેલ રી-બર્થ ફિલ્મે વૈશ્વિક સ્તરે અત્યાર સુધી- જુલાઈ 2025 સુધી લગભગ $532 મિલિયનની કમાણી કરી છે. જે જુરાસિક ફ્રેન્ચાઇઝી માટે એક નવો માઇલસ્ટોન છે
સિગ્નેચર
જુરાસિક – એ કાલ્પનિક વિશ્વની ગર્જના આજે પણ લોકો એટલી જ આતુરતાથી સાંભળે છે – થર થર કાંપે છે. છતાં એ અનુભૂતિની પ્રશંસા કરે છે, ક્યારેક વિવાદ જગાવે છે પણ સિકવલ બનતા બનતા એ કાલ્પનિક વિશ્વના વારસાને જીવંત રાખે છે.